134

From Bhajan Sangrah
Revision as of 22:13, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન== {| |+૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન |- | |ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન

૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
નીલ અથવા વિશેષ વિશેષ છંદ
"Blest morning"
કર્તા: આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮
અનુ. : એમ. વી. મેકવાન
દિવ્ય ઉષા ઊગી આદિતની સુપ્રકાશ ભરી,
જીતી ઊઠયો પ્રભુ પુત્ર અહા! ક્રૂર કાલવરી !
મોત ભયાનક સાથ મહા, મલયુદ્ધ કરી!
ઘોર તજી પ્રભુ ખ્રિસ્ત ઊઠયો, જીત પૂર્ણ વરી!
ગંભીર ઘોરની નીરવતા ટળી કંપ થતાં,
પા'ણ ગયો દૂત ત્યાં દૂત ઊતરતાં !
સ્વર્ગ તણાં શુભ દ્વાર ખૂલ્યાં, પ્રભુજી ઊઠતાં !
ધન્ય ખરો દિન! હર્ષ કરો, પ્રભુને ભજતાં.
વ્યર્થ કીધાં ક્રૂર નર્ક અને વળી મોત સદા,
ઉજ્જવલ જીવનની પ્રગટી શુભ જ્યોત સદા!
પુનિત પુનરુત્થાન તણો જય પૂર્ણ થયો,
બંધન સર્વ ગયાં તૂટી આ, રિપુ નષ્ટ થયો.
હે પ્રભુ, સ્તુતિ સદાય થજો તુજ નામ તણી,
માન અમે દઈએ સ્મરતાં, તુજ રે'મ ઘણી.
સાક્ષી થઈ જગતારકના શુભ સર્વ પળે,
વિજય આદિતનો વદિયે, સહુમાં સઘળે.
સ્વર્ગ, ભૂમંડળ સર્વ તમે, જયગાન કરો,
ગિરિ અને જલનિધિ મહા, જયનાદ ઘરો.
સ્તોત્ર કરો, સહુ ખ્રિસ્ત તણાં, શુભ યજ્ઞ થયો,
તારણ ને જીવનામૃતનો અધિરાજ રહ્યો.