131

Revision as of 19:48, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૧ - જોરથી પોકારો== {| |- |કર્તા : |જયવંતીબહેન જે. ચૌહાન |- |ટેક: |જોરેથી પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૩૧ - જોરથી પોકારો

કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક: જોરેથી પોકારો સહુ, જોરથી પોકારો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો,
શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો.
ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી,
ધરણી સાથે ધ્રુજતી. જોરથી.....
શિલા ખસી ગઈ કબ્રથી, ઊઠયો જીવનનાથ ઘોરથી,
દર્શન દીધાં ભોરથી. જોરથી.....
મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી,
માળી ઊભો ધારતી. જોરથી.....
ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી,
'રાબ્બોની' ઉચ્ચારતી. જોરથી.....
શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં,
શયતાની દળ હારિયાં. જોરથી.....