128

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૨૮ - વિજયી ખ્રિસ્ત

૧૨૮ - વિજયી ખ્રિસ્ત
કર્તા: ફિલિપ એચ. ક્રિશ્વિયન
ટેક: ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો..
(પ્રે. કૃ. ૨:૩૨)
કબર ઉપર મૂકેલો પથ્થર,
જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨)
કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને
રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪)
રડો ના, રડો ના, વિલાપ કરો ના,
જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭)
કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો,
વેગે પ્રસારો સમાચાર. (લૂક ૨૪:૭)
આન્નાસ, કાયાફાસ, ન્યાયાધીશોની સભા,
ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫)
અંધકારની સત્તાઓ ધ્રુજારી સાથે,
ગભરાઈ હચમચી જાય.
ભાગળો, ઊંચકો માથાં તમારાં,
આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯)
રણશિંગ, સતાર ને તબલાં બજાવો,
રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪)

Phonetic English

128 - Vijayi Khrist
Kartaa: Philip H. Kristian
Tek: Gaao gaao, jay geet gaao, motethi taali paadi gaao;
Isu uthyo mrutyu jeeti, hallelujah, aanande pragataavo..
(Pre. Kru. 2:32)
1 Kabar upar mookelo paththar,
Juo kevo gabadi te jaay; (Maaththi 28:2)
Kabar dwaarni mudraa devnaa putrane
Raakhe shu bandhanamaay? (Pre. Kru. 2: 24)
2 Rado naa, rado naa, vilaap karo naa,
Jai kaho gaalile aa vaat (Mark 16:7)
Ke te vachan, mujab kabarathi nikalyo,
Vege prasaaro samaachaar. (Look 24:7)
3 Aannaas, kaayaafaas, nyaayaadhishoni sabhaa,
Bhay paami tharathari jaay; (Maaththi 28:11, 15)
Andhakaarani sattao dhrujaari saathe,
Gabharaai hachamachi jaay.
4 Bhaagado, unchko maathaa tamaaraa,
Aave vijayavant raay; (Gi. Shaa. 24:9)
Ranashing, sataar ne tabalaa bajaavo,
Raajaanu man harakhaay. (Gi. Shaa. 150 : 3,4)

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Chords

    G                     C            D
ટેક: ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;
       C        D                   G
    ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો..

   G
૧. કબર ઉપર મૂકેલો પથ્થર,
   C              D
   જુઓ કેવો ગબડી તે જાય; 
       C       D
   કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને
   D        G
   રાખે શું બંધનમાંય?