124

From Bhajan Sangrah
Revision as of 19:20, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૪ – વિજયી પુનરુત્થાન== {| |+૧૨૪ – વિજયી પુનરુત્થાન |- |ટેક: |ભર્યો આનં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૨૪ – વિજયી પુનરુત્થાન

૧૨૪ – વિજયી પુનરુત્થાન
ટેક: ભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય,
ઈસુ ઊઠયો જય જયકાર.
જીતી શત્રુ સમુદાય, વળી પાપો ને અન્યાય,
ઈસુ ઊઠયો જય જયકાર.
પામ્યો મરન સહી દુ:ખ ખાસ, કીધો ત્રણ દિવસ ઘોરવાસ;
ઊઠયો તે, ઊઠયો તે, દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભર્યો.
થયો કબર ઉપર જયવાન; તોડી બંધન આપ્યું મુક્તિદાન;
માણોને, માણોને, આપ્યો સ્વર્ગીય ઉલ્લાસ, ટાળ્યો નરકનો વાસ. ભર્યો.
પાપી કાજે થયો એ ત્રાણ, વિશ્વાસે મફત લો દાન;
ગાએ છે, ગાએ છે, સ્તુતિ તણાં દૂતો ગાન, ઈસુ થયો જયવાન. ભર્યો.