123

From Bhajan Sangrah
Revision as of 18:57, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૩ - પુનરુત્થાનનું ગીત== {| |+૧૨૩ - પુનરુત્થાનનું ગીત |- | |૮ સ્વરો |- | |"O sons an...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૨૩ - પુનરુત્થાનનું ગીત

૧૨૩ - પુનરુત્થાનનું ગીત
૮ સ્વરો
"O sons and daughers, let us sing"
Tune : O Filii et Filiae
(લઁટિનમાંથી)
કર્તા : જીન ટીસરેન્ટ
(મૃ. ૧૪૯૪)
અંગ્રેજી અનુ. : જોન એમ. નીલ
(૧૮૧૮-૬૬)
અનુ. : કા. મા. રત્નગ્રાહી
ટેક: હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા !
હે બાળો, આજે ગાઈએ;
આકાશી મોટો રાય જે
ઊઠયો વિજય માંય તે.
હાલેલૂયા.
આદિત્યની પ્રભા થઈ,
વિશ્વાસી નારીઓ તહીં
ઈસુને શોધતી ગઈ.
હાલેલૂયા.
દૂતે દીધી વધામણી
તે નારીને પ્રભુ તણી :
ગયો ગાલીલની ભણી.
હાલેલૂયા.
ભેગા મળ્યા'તા શિષ્યો જ્યાં
કહ્યું ઈસુએ આવી ત્યાં :
થાઓ તમોને શાંતતા.
હાલેલૂયા.
થોમાએ સુણી વાત એ,
લાવ્યો ઘણી જ ભ્રાંત તે;
ન માન્યો તેણે નાથને.
હાલેલૂયા.
ઈસુ કહે, રે જો મને,
આ હાથ, પગ, કૂખને;
વિશ્વાસી થા, કહું તને.
હાલેલૂયા.
નિહાળતાં ઈસુ ભણી,
ભ્રાંતિ ટળી થોમા તણી;
તે બોલ્યો, દેવ ને ઘણી!
હાલેલૂયા.
દીઠા વિના શ્રદ્ધા ઘરે,
તેઓને ધન્ય છે ખરે !
અનંત સુખ તે ધરે.
હાલેલૂયા.
થાઓ સુખી આ સુદિને,
સ્તવો પ્રભુને ગાયને,
સ્તુતિ કરો ખરે મને.
હાલેલૂયા.