120

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૨૦ - "સંપૂર્ણ થયું"

૧૨૦ - "સંપૂર્ણ થયું"
હર્ષધ્વજા
કર્તા: મહીજીભાઈ હીરાલાલ
દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે, કે વિશ્વને પુત્રનું દાન કરે !
પુત્રે કૃપાથી બલિદાન કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
દેવે કહ્યું વેણ જે આદમને, ત્રાતા ઈસુ તારશે માનવને;
સમયે પ્રભુએ પૂરું વેણ કર્યું; હાલેલૂયા ! વેણ સંપૂર્ણ થયું.
આવ્યો ઈસુ વિશ્વમાં દેહ ધરી, ગાળી શુચિ જિંદગી પ્રેમભરી;
ને થંભ વેઠી પરિત્રાણ કર્યું; હાલેલૂયા ! ત્રાણ સંપૂર્ણ થયું.
થંભે ઈસુએ મહા દુ:ખ સહ્યું, એ દુ:ખનું બ્યાન ના જાય કહ્યું;
પણ એ જ દુ:ખે ખરું સુખ કર્યું; હાલેલૂયા ! સુખ સંપૂર્ણ થયું.
રે સર્વ લોકો, જયકાર વદો, ફાટી ગયો ભિન્નતાનો પડદો;
ખ્રિસ્તે, જુઓ, થંભથી ઐક્ય કર્યું; હાલેલૂયા ! ઐક્ય સંપૂર્ણ થયું.
ઊઠયો ઈસુ ઘોરમાંથી વિજયે, સ્વર્ગે સિધાવ્યો પૂરું કાર્ય થયે;
રે આપણે કાજ સૌ કાર્ય કર્યું, હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.
આભાર માનો સદા ખ્રિસ્ત ભજી સંપૂર્ણ થાઓ બધાં પાપ તજી;
જે જોઈએ તે ઈસુએ જ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.

Phonetic English

120 - "Sampurn Thayu"
Harshadhvajaa
Kartaa: Mahijibhai Hiraalaal
1 Deve karyo prem sho vishwa pare, ke vishwane putranu daan kare !
Putre krupaathi balidaan karyu; hallelujah ! Daan sampurn thayu.
Deve kahyu ven je aadamane, traataa Isu taarashe maanavane;
Samaye prabhue puru ven karyu; hallelujah ! Ven sampurn thayu.
3 Aavyo Isu vishwamaa deh dhari, gaadi shuchi jindagi prembhari;
Ne thambh vethi paritraan karyu; hallelujah ! Traan sampurn thayu.
4 Thambhe Isuae mahaa dukh sahyu, ae dukhnu byaan naa jaay kahyu;
Pan ae aj dukhe kharu sakh karyu; hallelujah ! Sukh sampurn thayu.
5 Re sarv loko, jaykaar vado, faati gayo bhinnataano padado;
Khriste, juo, thambhthi eky karyu; hallelujah ! Eky sampurn thayu.
6 Uthyo Isu ghormaathi vijaye, swarge sidhaavyo puru kary thaye;
Re aapane kaaj sau kaary karyu; hallelujah ! Kary sampurn thayu.
7 Aabhaar maano sadaa khrist bhaji sampurn thao badhaa paap taji;
Je joiae te Isuae aj karyu; hallelujah ! Sarv sampurn thayu.

Image


Media - Harsh Dwaja