114

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ

૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ
ગઝલ
કર્તા : દાનિયેલ ડાહ્યાભાઈ
પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું હું તેમને ક્યાં ક્યાં !
જણાવું ધૈર્ય તુજ ક્યાં ક્યાં, ગણાતું તુજ વિપત કયાં કયાં ! પ્રભુ.
જકમ પગ હાથના તારા, બતાવું તેહ ક્યાં, પ્યારા,
"યહૂદીનો જુઓ રાજા," લખાવું લેખ એ ક્યાં કયાં ! પ્રભુ.
સખત શિર તાજ કાંટાનો બતાવું કયાં હું ત્રાતાનો,
મધુર મુજ પર તમાચાનાં પડયાં ચાઠાં બતાવું કયાં ! પ્રભુ.
વદ્યો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે,
લીધાં શિર પાપ પાપીનાં ગવાડું ગીતમાં ક્યાં ક્યાં ! પ્રભુ.
કઠિન ઘા જેહ ભાલાનો, બતાવું ક્યાં વહાલાનો,
ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં ગણાવું સોળ તે ક્યાં ક્યાં ! પ્રભુ.
પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈયું,
ગયાં પાપો બધાં મારાં, વહ્યાથી રક્તની ધારા ! પ્રભુ.
નજીક થઈ રે જનારા તું, નજરમાં કંઈ નથી આ શું !
રુદન ગીત દુ:ખનું તારા, હ્રદય ગાતું ફરે ક્યાં ક્યાં ! પ્રભુ.
અનુપમ પ્રેમ કર્યો ત્રાતા, જણાવું જગતમાં ક્યાં ક્યાં,
સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ.

Phonetic English

114 - Khristnaa Dukh
Gazal
Kartaa : Daniel Dahyabhai
1 Prabhu, te dukh sahya shaa shaa, kathu hu temane kyaa kyaa !
Janaavu dhairya tuj kyaa kyaa, ganaavu tuj vipat kyaa kyaa ! Prabhu.
2 Jakham pag haathanaa taaraa, bataavu teh kyaa, pyaaraa,
"Yahudino juo raajaa," lakhaavu lekh ae kyaa kyaa ! Prabhu.
3 Sakhat shir taaj kaantaano bataavu kayaa hu traataano,
Madhur muj par tamaachaanaa padayaa chaathaa bataavu kayaa ! Prabhu.
4 Vadyo mukh ven tu je je janaavu kyaa jai te te,
Lidhaa shir paap paapinaa gavaadu geetamaa kyaa kyaa ! Prabhu.
5 Kathin ghaa jeha bhaalaano, bataavu kyaa vahaalaano,
Khamyaa te koradaa jyaa jyaa ganaavu sod te kyaa kyaa ! Prabhu.
6 Prabhu, muj kaaj vindhaayu, are nirdosha tuj haiyu,
Gayaa paapo badhaa maaraa vahyaathi raktani dhaaraa ! Prabhu.
7 Najeek thai re janaaraa tu, najaramaa kai nathi aa shu !
Rudan geet dukhnu taaraa, hruday gaatu fare kyaa kyaa ! Prabhu.
8 Anupam prem karyo traataa, janaavu jagatamaa kyaa kyaa,
Sahyaa te dukh ati jhaajhaa, vigat vaachu badhi kyaa kyaa ! Prabhu.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Ahir Bhairav