112

From Bhajan Sangrah
Revision as of 18:18, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૨ - ઈસુ મારે માટે મર્યો== {| |+૧૧૨ - ઈસુ મારે માટે મર્યો |- | |ગઝલ |- |કર્તા :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૧૨ - ઈસુ મારે માટે મર્યો

૧૧૨ - ઈસુ મારે માટે મર્યો
ગઝલ
કર્તા : કા. મા. રત્નગ્રહી
ટેક : મુજ પાપ શ્રાપ વિદારવા ઈસુ ગયો મરી;
મહા દંડ સહ્યો અંગમાં તેણે દયા કરી.
દુ:ખો વિચારું તેહનાં ને વેદના બધી;
વહે છે નીર ચક્ષુથી, ગયો પ્રભુ મરી. મુજ.
પ્યાલો હતો કડવો ઘણો, પ્રભુના કોપનો;
રે ! પી ગયો તું સર્વ એ, બધો જરેજરી. મુજ.
ગજબ ભારી એ હતો, દીસો છે એ નક્કી;
પડયો પસીનો રક્તનો, તુજ અંગથી ઝરી. મુજ.
ધિક્કાર તેં સહ્યો ઘણો, ને મારે આકરો;
સહનતા બહુ દાખવી, બસ મૌન તેં ધરી. મુજ.
ખીલાની તીક્ષ્ણ ધારથી વીંધાયાં તારાં અંગ;
તુજ ઘાઓથી રુધિરની ધારાઓ નીસરી. મુજ.
જોઈ અનુપમ પ્રેમને, કરું છું તારી પ્રીત;
ચહું ન પાપો હું કદા હવે, પ્રભુ, ફરી. મુજ.