111

From Bhajan Sangrah
Revision as of 18:17, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૧ – વા’લો વધસ્તંભ વ્યોમે!== {| |+૧૧૧ – વા’લો વધસ્તંભ વ્યોમે! |- |ટેક : |વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૧૧ – વા’લો વધસ્તંભ વ્યોમે!

૧૧૧ – વા’લો વધસ્તંભ વ્યોમે!
ટેક : વા'લો વધસ્તંભ વ્યોમે ! મનહર મધુરો લાગે,
વે'છે રુધિરની ધારા, રડતાં બળું હું આગે.
કાંટાનો મુગટ માથે ! ભાલે વીધાયો ત્રાતા,
જિગર જખમ થઈ ઝૂરે, ધન્ય, ઓ જીવનદાતા. વા'લો
સિયોન સુંદરીઓ રડતી ! માતા તો મૂર્છા પામી,
વૃદ્ધ, બાળ, તરુણો રડતાં, આજે જગતભર, સ્વામી. વા'લો
જગતનું અજવાળું ઝાંખું પડતું આ થંભે આજે,
અંધકાર છવાય સર્વત્ર, પૃથ્વીનાં પાપો. કાજે. વા'લો
પાપો અધોર મુજ કેવાં ! ખંડણી ભરી તેં ભારી,
અર્પું છું આજ આ થંભે, જિંદગી, પીતાજી, મારી. વા'લો
કાલવરી, કૃત મુજ કાળાં થંભે જડું હું આજે,
થંભેથી હું પોકારું : "સંભારજે તુજ રાજે" વા'લો.