110

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.

૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે
ખીલાથી તેનું અંગ ભંજાયું, રુધિરની થઈ ધાર,
સહે છે પીડા એ ભારી રે. જુઓ.
પાપનો દંડ છે આકારો કેવો, જુઓ જુઓ સહુ કોઈ;
માગે દુ:ખ પ્યાસથી વારિ રે. જુઓ.
બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?"
કહે છે ઈસુ પોકારી રે. જુઓ.
આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ;
સાધે છે મુક્તિ તે સારી રે. જુઓ.
પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ;
ઉઘાડવા સ્વર્ગની બારી રે. જુઓ.
થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ;
નિહાળજે દષ્ટિએ તારી રે. જુઓ
રુધિરધાર જે અંગથી વહેતી ધોશે સહુ તુજ પાપ;
દેશે સહુ ડાઘ વિદારી રે. જુઓ
પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ;
નિહાળજે દષ્ટિએ તારી રે. જુઓ

Phonetic English

110 – Juo Aa Thambhane Dhaari Re, Vethe Prabhu Vedanaa Bhaari Re
1 Khilaathi tenu ang bhajaayu, rudhirani thai dhaar,
Sahe che pidaa ae bhaari re. Juo.
2 Paapano dand che aakaaro kevo, juo juo sahu koi;
Maage dukh pyaasathi vaari re. Juo.
3 Boom paade che ugr te kevi , "Muki didho kem, dev?"
Kahe che Isu pokaari re. Juo.
4 Aapanaa paapano boj dharine, banine badalo aap;
Saadhe che mukti te saari re. Juo.
5 Paap nivaaravaa aap muo che, taalavaa paapano shraap;
Ughaadavaa swargani baari re. Juo.
6 Thambhani upar uucho thayo che, jeevan devaane ae;
Nihaalaje drashtiae taari re. Juo
7 Rudhiradhaar je angathi vaheti dhosho sahu tuj paap;
Deshe sahu daagh vidaari re. Juo
8 Prem anup ne re'mano bhup ae bolaave paapine paas;
Nihaalaje drashtiae taari re. Juo

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni - Sung By - Queency Johnson Christian