104

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ

૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ
(મરાઠી ઉપાસના સંગીતમાં ૮૧)
અંજની ગીત
કર્તા : કૃ. ર. સાંગળે
અનુ. : જે.વી. એસ. ટેલર
ઈસુ પ્રેમી, ઈસુ ત્રાતા,
જો પણ સહુનો તે તો ધાતા,
ઠાણું નહોતું જન્મ થાતાં.
અ રે રે રે રે.
વાડીમાં તે આવ્યો જ્યારે,
તેણે પીડા વેઠી ભારે,
ઘામે લોહી વહ્યું ત્યારે.
અ બ બ બ બ.
ઘાતકે તો વેચી દીધો;
પહેરાવાળે ઝાલી લીધો;
ચોરના સરખો તેને કીધો.
થૂ થૂ થૂ થૂ થૂ.
ઠઠ્ઠે સોટી આપી હાથે;
કંટક મુગટ મૂક્યો માથે;
કોરડા માર્યા નિર્દે ભાતે.
અ રે રે રે રે.
તે પર થૂંક્યા, મોઢે માર્યો;
નિંદા કીંધી ને ધિક્કાર્યો;
હાથે પાયે ખીલો માર્યો.
અ બ બ બ બ.
ખાટું, કડવું તેને પાયું;
ભાલે હૈયું પણ વીંધાયું;
મારે માટે એ કરાયું.
ધન્ય ધન્ય હો.
આવાં દુ:ખો સહ્યાં જેણે,
કેવું તારણ કીધું તેણે !
એવું કીધું બીજા કેણે ?
જય, જય, જય, જય હો.

Phonetic English

104 - Khristnaa Dukh
(Maraathi Upaasanaa Sangeetmaa 81)
Anjani Geet
Kartaa : Kru. Ra. Saangade
Anu. : J.V. S. Taylor
1 Isu prem, Isu traataa,
Jo pan sahuno te to dhaataa,
Thaanu nahotu janm thaataa.
A re re re re.
2 Vaadimaa te aavyo jyaare,
Tene pidaa vethi bhaare,
Ghaame lohi vahyu tyaare.
A ba ba ba ba.
3 Ghaatake to vechi didho;
Paheraavaale jhaali lidho;
Choranaa sarakho tene kidho.
Thu thu thu thu thu.
4 Thaththe soti aapi haathe;
Kantak mugat mukyo maathe;
Koradaa maaryaa nirde bhaate.
A re re re re.
5 Te par thukyaa, modhe maaryo;
Nindaa kidhi ne dhikkaaryo;
Haathe paaye khilo maaryo.
A ba ba ba ba.
6 Khaatu, kadavu tene paayu;
Bhaale haiyu pan vindhaayu;
Maare maate ae karaayu.
Dhanya dhanya ho.
7 Aavaa dukho sahyaa jene,
Kevu taaran kidhu tene !
Aevu kidhun bijaa kene ?
Jay, jay, jay, jay ho.

Image

Media - Composition By : Mr.Vinod Christian , Raag : Todi