104

From Bhajan Sangrah
Revision as of 22:20, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ== {| |+૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ |- | |(મરાઠી ઉપાસના સંગીત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ

૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ
(મરાઠી ઉપાસના સંગીતમાં ૮૧)
અંજની ગીત
કર્તા : કૃ. ર. સાંગળે
અનુ. : જે.વી. એસ. ટેલર
ઈસુ પ્રેમ, ઈસુ ત્રાતા,
જો પણ્ સહુ તે તો ધાતા,
ઠાણું નહોતું જન્મ થાતાં.
અ રે રે રે રે.
વાડીમાં તે આવ્યો જ્યારે,
તેણે પીડા વેઠી ભારે,
ઘામે લોહી વહ્યું ત્યારે.
અ બ બ બ બ.
ઘાતકે તો વેચી દીધો;
પહેરાવાળે ઝાલી લીધો;
ચોરના સરખો તેને કીધો.
થૂ થૂ થૂ થૂ થૂ.
ઠઠ્ઠે સોટી આપી હાથે;
કંટક મુગટ મૂક્યો માથે;
કોરડા માર્યા નિર્દે ભાતે.
અ રે રે રે રે.
તે પર થૂંક્યા, મોઢે માર્યો;
નિંદા કીંધી ને ધિક્કાર્યો;
હાથે પાયે ખીલો માર્યો.
અ બ બ બ બ.
ખાટું, કડવું તેને પાયું;
ભાલે હૈયું પણ વીંધાયું;
મારે માટે એ કરાયું.
ધન્ય ધન્ય હો.
આવાં દુ:ખો સાગ્યાં જેણે,
કેવું તારણ કીધું તેણે !
એવું બીજા કેણે ?
જય, જય, જય, જય હો.