102

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ

કર્તા : થોમાભાઈ પાથાભાઈ

૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ
ટેક : લોકને લાવવા સ્વર્ગના ધામમાં પાપ ખ્રિસ્તે લઈ દુ:ખ વેઠયું.
સ્વર્ગનું સૌખ્ય જે તે બધું મૂકતાં દુ:ખ લીધાં ઘણાં નિજ માથે;
દીન થઈ ભૂતળે હેતથી ચાલતાં બોધ પૂરો કહ્યો સર્વ સાથે. લોકને.
દેવનાકાયદા તે સહુ પાળતાં કામ કીધાં બધાં શુદ્ધ રીતે;
માનવી કારણે જીવને અર્પિયો પાપીને તારવા પૂર્ણે પ્રીતે. લોકને.
પાપનો ડંખ જે માનવી જાતમાં, જે થકી વિશ્વ છે પૂર્ણ દુ:ખી,
એ બધું ઈસુએ દૂર તો કાઢવા સ્વર્ગના ધામની મોજ મૂકી. લોકને.
એ બધું ભ્રષ્ટને કાજ કીધા થકી મુક્તિ તો પામશે લોક એથી;
ખ્રિસ્તને માનશે પૂર્ણ વિશ્વાસથી તે જ તો પામશે ત્રાણ તેથી. લોકને.

Phonetic English

102 – Khristni Taaranasaadhak Priti
Tek : Lokne laavavaa svarganaa dhaamamaa paap khriste lai dukh vethayu.
1 Swarganu saukhya je te badhu mukataa dukh lidhaa ghanaa nij maathe;
Din thai bhutale hetathi chaalataa bodh puro kahyo sarv saathe. Lokne.
2 Devanakaaydaa te sahu paaltaa kaam kidhaa badhaa shuddh rite;
Maanavi kaarane jeevane arpiyo paapine taaravaa purna prite. . Lokne.
3 Paapno dankh je maanavi jaatamaa, je thaki vishva che purna dukhi,
Ae badhu Isuae dur to kaadhavaa swargnaa dhaamni moj muki. Lokne.
4 Ae badhu bhrashtne kaaj kidhaa thaki mukti to paamashe lok aethi;
Khristne maanashe purna vishvaasathi te aj to paamashe traan tethi. Lokne,

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Shivrajni