102

From Bhajan Sangrah
Revision as of 22:16, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ== {| |+૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ

૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ
ટેક : લોકને લાવવા સ્વર્ગના ધામમાં પાપ ખ્રિસ્તે લઈ દુ:ખ વેઠયું.
સ્વર્ગનું સૌખ્ય જે તે બધું મૂકતાં દુ:ખ લીધાં ઘણાં નિજ માથે;
દીન થઈ ભૂતળે હેતથી ચાલતાં બોધ પૂરો કહ્યો સર્વ સાથે. લોકને,
દેવન કાપદા તે સહુ પાળતાં કામ કીધા બધાં શુદ્ધ રીતે;
માનવી કારણે જીવને અર્પિયો પાપીને તારવા પૂર્ણે પ્રીતે. . લોકને,
પાપને ડંખ જે માનવી જાતમાં, જે થકી વિશ્વ છે પૂર્ણ દુ:ખી,
એ બધું ઈસુએ દૂર તો કાઢવા સ્વર્ગના ધામની મોજ મૂકી. લોકને,
એ બધું ભ્રષ્ટને કાજ કીધા થકી મુક્તિ તો પામશે લોક એથી;
ખ્રિસ્તને માનશે પૂર્ણ વિશ્વાસથી તે જ તો પ:મશે ત્રાણ તેથી. લોકને,