375
૩૭૫ - આકાશમાં થતો આનંદ
૧ | સ્વર્ગી ઘંત વગાડો ! આનંદ બહુ છે આજ! |
ભટકેલ કેરો થયો છે મિલાપ ! | |
ભટકી, થાકી, પુત્ર ઘેર આવે છે આજ ! | |
તેને ભેટવા જાય માયાળુ બાપ. | |
ટેક: | જય ! જય ! જુઓ દૂતો કેવા ગાય ! |
જય ! જય ! સુણો, વીણા નાદ સંભળાય ! | |
મુક્તિ પામેલ આ સેન સાગર સમ મહાન, | |
ઉદ્વાર-ગીતથી ગજવતું આસમાન! | |
૨ | સ્વર્ગી ઘંત વગાડો ! આનંદ બહુ છે આજ ! |
ભટકેલ પુત્ર પામ્યો સમાધાન; | |
ગયું મારું સંકટ, ગયું નરક રાજ- | |
પ્રભુ ઈસુ મારો છે પ્રમાણ. | |
૩ | સ્વર્ગી ઘંટ વગાડો ! પીરસો આજ જમણ- |
ભૂખ્યાં, તરસ્યાં, નબળાંને આણી ! | |
આત્મિક અન્ન પામીને તૃપ્ત થાય હર જણ, | |
જગતને ગણીએ ધૂળધાણી. |