230

From Bhajan Sangrah
Revision as of 12:26, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૦ - મંડળીનો પાયો== {| |+૨૩૦ - મંડળીનો પાયો |- | |૭, ૬ સ્વરો |- | |"The Church’s one foundation" |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૩૦ - મંડળીનો પાયો

૨૩૦ - મંડળીનો પાયો
૭, ૬ સ્વરો
"The Church’s one foundation"
Tune: Aurelia
કર્તા: શેમ્યુલ જે. સ્ટોન,
૧૮૩૯-૧૯૦૦
અનુ.: કા. મા. રત્નગ્રાહી
મંડળીનો પાયો એક જ, તે પ્રભુ ઈસુ ધાર,
ઉપજાવી નવી છેક જ વચન ને પાણી દ્વાર;
સ્વર્ગેથી કન્યા લેવા તે આવ્યો નીચે જાણ,
ને તેને જીવન દેવા પોતાનો આપ્યો પ્રાણ.
સહું દેશોથી તે લીધી તોપણ તે એક જ ખાસ,
એક જ ઈશ્વરનો વિધિ પાળી રાખે વિશ્વાસ;
એક નામની સ્તુતિ ગાઈ એક કરે શુદ્ધાહાર,
ને કૃપાથી છવાઈ ચાલે એક આશા દ્વાર.
તેની મહા પીડા ધારી જગર નિંદાથી જોય,
ફૂટો તેમાં હોય ભારે, દુર્મતથી દુ:ખી હોય;
પણ સંતો તો પોકારે: "ક્યાં સુધી, હે ધણી?"
સુદનની રાત્રી ભારે વીત્યે ખુશી ઘણી.
માટે લડાઈ કરે ને વેઠે દુ:ખો હાલ,
શાંતિની આશા ધરે કે મળે તે સહુ કાળ;
ગૌરવને દેખી ત્યારે તૃપ્તિ થઈ જશે,
ને જયવંત મંડળી ભારે શાંતિવાળી થશે.
ભૂએ તે સંબંધ રાખે ત્રિએક પ્રભુ સંઘાત,
ને ગુહ્ય સંગત દાખે વિશ્રામ પામેલા સાથ;
હા, શુદ્ધ ને સુખી કેવા ! હે પ્રભુ, દે તે વાસ,
તે નમ્ર જનો જેવા થઈ રહીએ તારી પાસ.