446

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૪૪૬ - પ્રભુભોજન

૪૪૬ - પ્રભુભોજન
૮ સ્વરો
કર્તા : જોન મોરીસન, ૧૭૫૦-૯૮
અનુ. : આર. ગિલેસ્પી અને જે. વી. એસ. ટેલર
ખ્રિસ્તે કરી પાપ નિવારણ પાપીઓને દીધું તારણ;
મોતને જીતી જીવતો થયો, મહા પ્રતાપે સ્વર્ગે ગયો.
પ્રેમ અનુપમ તેણે કીધો, પાપનો બોજો માથે લીધો;
ભક્તો, માનો તેનું મરણ, ભોજને સહુ રાખો સ્મરણ.
ખ્રિસ્તે કહ્યું, "પાછો આવીશ, સહુ મૂએલાંને ઉઠાડીશ;
ત્યાં લગ મારું સ્મરણ કરો ને ભરોસે આશા ધરો."
ખાન ને પાન એ પ્રેમ બતાવે, મારું પૂરું કામ જણાવે;
ખાતાં પીતાં ભાવ વધારો, જણો મેં કર્યો ઉગારો.
જીવનકાળે જીવન ઝાલો, સ્વર્ગને માર્ગે પગલાં વાળો;
પાપ ને મોતને હું મટાડું, પુણયદાને જીવ પમાડું.


Phonetic English

446 - Prabhubhojan
8 Svaro
Karta : Jone Morrison, 1750-98
Anu. : R. Gilespi ane J. V. S. Tailor
1 Khriste kari paap nivaaran paapeeone deedhun taaran;
Motane jeeti jeevato thayo, maha prataape svarge gayo.
2 Prem anupam tene keedho, paapano bojo maathe leedho;
Bhakto, maano tenun maran, bhojane sahu raakho smaran.
3 Khriste kahyun, "paachho aaveesh, sahu maooyelaanne uthaadeesh;
Tyaan lag maarun smaran karo ne bharose aasha dharo."
4 Khaan ne paan e prem bataave, maarun poorun kaam janaave;
Khaataan peetaan bhaav vadhaaro, jano men karyo ugaaro.
5 Jeevanakaale jeevan jhaalo, svargane maarge pagalaan vaalo;
Paap ne motane hun mataadun, punayadaane jeev pamaadun.

Image

Media - Hymn Tune : Hursley


Media - Hymn Tune : Rockingham

Hymn Tune : Rockingham - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)