229

Revision as of 12:25, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા== {| |+૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા |- | |દોહરા |- |કર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા

૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા
દોહરા
કર્તા: જે. વી એસ ટેલર
જેમ સદા દેખાય છે ગગને સૂર્યપ્રકાશ,
સહુ દેશે સહુ લોકની પૂરી કરતો આશ;
એમ સદા મુજ હાથમાં શાસ્ત્ર દીપ સમાન,
સહુ કાળે સહુ જાતને કર તુમ્ જ્યોતિષ્માન.
સૂર્યરૂપી તો દીપિકા સળગાવે ભ વનાથ,
આપે છે પણ લેખની પ્રકાશ જેવી વાત;
બન્નેમાં દેખાય છે તેજરૂપી ઉપકાર,
આત્માને ને દેહને અજવાળું દેનાર.
સૂર્ય વિના તો ભૂતળે સંધાં નાશે જાય,
શાસ્ત્ર વિના તો જીવનું મોત સદાનું થાય;
રવિ તેજે તો જ્યમ સરે લૌકિકના સહુ સાર,
લેખ થકી પ્રગટાય છે આત્માનો ઉદ્ધાર.