122

Revision as of 18:53, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૨ - જય પ્રભુ ઈસુ== {| |+૧૨૨ - જય પ્રભુ ઈસુ |- |(રાગ : |બિલાવલ. કેહરવા) |- |કર્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૨૨ - જય પ્રભુ ઈસુ

૧૨૨ - જય પ્રભુ ઈસુ
(રાગ : બિલાવલ. કેહરવા)
કર્તા: જોન પાર્સન્સ (હિંદીમાં)
અનુ. : ડી. પી. મકવાણા
રાગરચના : આર પેટર્સન
ટેક: જય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
પાપ નિમિત્ત દુ:ખ, લાજ ઉઠાવી પ્રાણ દીધો, બલિહારી !
ત્રણ દિવસ રહી ઘોરમાં ઈસુ ઊઠયા જીવન ધારી.
પ્રાત:કાળે આદિત વારે શ્રાપ ને પાપ નિવારી-
મોટી સવારે ઘોર મરણનું તોડયું બંધન ભારી.
હાર થઈ શેતાન અબળની પામ્યો લાજ અપારી.
સંતો ગાન કરે, જો, સ્વર્ગે ! મંગળ સૂર ઉચ્ચારી.
ભાસ્કર જગ પરકાશક ઈસુ, આશ્રિતને લો તારી.