49

From Bhajan Sangrah
Revision as of 13:42, 16 December 2014 by ElanceUser (talk | contribs)
Jump to navigation Jump to search

૪૯ – ઈશ્વર વિષે

૪૯ – ઈશ્વર વિષે
ટેક : ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી.
કો જણ આદિ ન શોધે, તેના ગુણ છે અમિત પ્રકાશી;
ત્રિલોક મંડળ તેણે કીધાં, અગમ પ્રકાશ તણો તે વાસી.ઈશ્વર.
નબળ, બળિયા, તે સહુ સરખા, નિશ્વે તે સહુ જાશે નાસી;
અક્ષય માનો ઈશ્વર મહિમા, થાય ન તેનું રાજ વિનાશી.ઈશ્વર.
અંત દિને જગ સહુ બળી જાશે, ટળશે રવિ, શશી, બારે રાશિ;
ઈશ્વર આશ્રો, માનવ, લે તું, આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર.


Phonetic English

49 – Ishwar Vishe
Tek : Ishwar purn krupa karanaaro, tena premsu thaao ullaasi.
1 Ko jan aadi na shodhe, tena gun che amit prakaashi;
Trilok mandad tene kidha, agam prakaash tano te vaasi.Ishwar.
2 Nabad, badiya, te sahu sarakha, nishche te sahu jaashe nasi;
Akshay maano ishwar mahima, thaay na tenu raaj vinashi.Ishwar.
3 Ant dine jag sahu badi jaashe, tadashe ravi, shashi, baare raashi;
Ishwar aashro, maanav, le tu, aash atad re'she tuj khaasi.Ishwar.

Image