6
૬ - ઈશ્વરને આમંત્રણ
(રાગ મિશ્ર દરબારી. | ||||
તાલ : કેહરવા) | ||||
કર્તા : સી. એમ. જસ્ટીન | ||||
ટેક : | ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાગતને આજ, | |||
ઉગારો, શરણાગતને આજ. | ||||
ઓ પ્રભુ અમારાં, બાળ તમારાં, નવ કરશો નારાજ, | ||||
અમોને નવ કરશો નારાજ. | ||||
૧ | આશિષો સૌ છે તમ પાસે, | કૃપા તમારીથી ઉગરાશે, | ||
પાપ અમારાં માફ કરીને, | શુદ્ધ કરો મન આજ.... | |||
ઓ પ્રભુ. | ||||
૨ | દેવ તણા હલવાન તમે છો, | વચન તમારાં પૂર્ણ કરો છો, | ||
રક્ત તણો છંટકાવ કરીને, | શુદ્ધ કરો હમણાં જ.... | |||
ઓ પ્રભુ. | ||||
૩ | મંડળ તમારું મંદિર માંહે, | રહે ન કોઈ તમ વિણ ત્યાંયે, | ||
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, | કરગરીએ મહારાજ.... | |||
ઓ પ્રભુ. | ||||
૪ | આશિષો પર આશિષ દઈને, | શેતાની બળ દાબી દઈને, | ||
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, | પ્રસરાવો તમ રાજ.... | |||
ઓ પ્રભુ. |
Phonetic English
(Raag Mishr Darbaari. | ||||
Taal : Keharava) | ||||
Kartaa : C. M. Justin | ||||
Tek : | O naath, padhaaro, aavi ugaaro sharanaagatane aaj, | |||
Ugaaro, sharanaagatane aaj. | ||||
O prabhu amara, baal tamaara, nav karasho naaraaj, | ||||
Amone nav karasho naaraaj. | ||||
1 | Aashisho sau che tam paase, | krupa tamaarithi ugaraashe, | ||
Paap amaara maaf karine, | shuddh karo man aaj.... | |||
O prabhu. | ||||
2 | Dev tana halavaan tame cho, | vachan tamaara purn karo cho, | ||
Rakt tano chantkaav karine, | shuddh karo hamana j.... | |||
O prabhu. | ||||
3 | Mandal tamaaru mandir maahe, | rahe na koi tam vin tyaaye, | ||
Pavitrataana dwaar ughaado, | karagarie maharaaj.... | |||
O prabhu. | ||||
4 | Aashisho par aashish daine, | shetaani bad daabi daine, | ||
Swarg tana vachano sambhalaavi, | prasaraavo tam raaj.... | |||
O prabhu. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
https://www.youtube.com/watch?v=IRfoC3HrGJk
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Darbari
Media - Composition By : Robin Rathod
Chords
ટેક : Bm A G A ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાગતને આજ, G A Bm ઉગારો, શરણાગતને આજ. Bm A G A ઓ પ્રભુ અમારાં, બાળ તમારાં, નવ કરશો નારાજ, G A Bm અમોને, નવ કરશો નારાજ. Bm A Bm A ૧. આશિષો સૌ છે તમ પાસે, કૃપા તમારીથી ઉગરાશે, G A G A Bm પાપ અમારાં માફ કરીને, શુદ્ધ કરો મન આજ....ઓ પ્રભુ.