6
૬ - ઈશ્વરને આમંત્રણ
(રાગ મિશ્ર દરબારી. | ||
તાલ : કેહરવા) | ||
કર્તા : સી. એમ. જસ્ટીન | ||
ટેક : |
ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | |
ઉગારો, શરણાગતને આજ. | ||
ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ, | ||
અમોને નવ કરશો નારાજ. | ||
૧ | આશિષો સૌ છે તમ પાસે, | કૃપા તમારીથી ઉગરાશે, |
પાપ અમારાં માફ કરીને, | શુદ્ધ કરો મન આજ.... | |
ઓ પ્રભુ. | ||
૨ | દેવ તણા હલવાન તમે છો, | વચન તમારાં પૂર્ણ કરો છો, |
રક્ત તણો છંટકાવ કરીને, | શુદ્ધ કરો હમણાં જ.... | |
ઓ પ્રભુ. | ||
૩ | મંડળ તમારું મંદિર માંહે, | રહે ન કોઈ તમ વિણ ત્યાંયે, |
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, | કરગરીએ મહારાજ.... | |
ઓ પ્રભુ. | ||
૪ | આશિષો પર આશિષ દઈને, | શેતાની બળ દાબી દઈને, |
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, | પ્રસરાવો તમ રાજ.... | |
ઓ પ્રભુ. |