336
૧ – પ્રભુનું સ્તોત્ર
૧ | પ્રભુ ! બોલ કે બોલું પછી, તુજ વણી એ રીતે વધે; |
તું જેમ ખોળે તેમ હું, ખોવાયેલાં ખોળું બધે. | |
પ્રભુ ! દોર કે દોરું પછી, ભટકેલને તારી ભણી; | |
ખવડાવ કે ખવડાવું હું, વાની ભૂખ્યાંને સ્વર્ગની. | |
૨ | તુજમાં મને બળવાન કર, કે અબળને બળ હું દઉં; |
પ્રેમી કરે ડૂબતાં જનો તું ખડક પર ખેંચી લઉં. | |
શીખવ મને કે શીખવું, શુભ પાઠ તુજ વરદાનનો; | |
મુજ વચન ઊંડાં ઊતરે, બદલાય તેઓનાં મનો, | |
૩ | તુજ શાંતિ મીઠી દે મને, કે દુ:ખિતને દઉં શાંતિ હું; |
લાચાર ને તુજ પ્રેમનો સંદેશ વેળાસર કહું. | |
તું જેમ, જ્યારે, જ્યાં કહીં, ચાહે મને વાપર તહીં; | |
તુજ મુખ જોઉં ત્યાં સુધી સુખ હર્ષ ને મહિમા મહીં. |
Phonetic English
1 | Prabhu ! Bol ke bolun pachhi, tuj vani e reete vadhe; |
Tun jem khole tem hun, khovaayelaan kholun badhe. | |
Prabhu ! Dor ke dorun pachhi, bhatakelane taari bhani; | |
Khavadaav ke khavadaavun hun, vaani bhookhyaanne svargani. | |
2 | Tujamaan mane balavaan kar, ke abalane bal hun daun; |
Premi kare doobataan jano tun khadak par khenchi laun. | |
Sheekhav mane ke sheekhavun, shubh paath tuj varadaanano; | |
Muj vachan oondaan ootare, badalaay teonaan mano, | |
3 | Tuj shaanti meethi de mane, ke dukhitane daun shaanti hun; |
Laachaar ne tuj premano sandesh velaasar kahun. | |
Tun jem, jyaare, jyaan kaheen, chaahe mane vaapar taheen; | |
Tuj mukh joun tyaan sudhi sukh harsh ne mahima maheen. |
Image
Media - Hari Geet Chand