255: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૫૫ - સુવાર્તા == {| |+૨૫૫ - સુવાર્તા |- | |ચોપાઈ |- | |"Tell me the old, old story" |- | |કર્તા: વિલ...")
(No difference)

Revision as of 06:41, 7 August 2013

૨૫૫ - સુવાર્તા

૨૫૫ - સુવાર્તા
ચોપાઈ
"Tell me the old, old story"
કર્તા: વિલ્યમ એચ. પામર,
૧૮૪૫-૧૯૨૯
અનુ. : જે. વી. એસ. ટેલર
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો;
સ્વર્ગમાં જે અણદીઠ રહેલું તે મુજને સમજાવો.
ઈસુની હું વાત ચહું છું, ને તેના મહિમાની;
ઈસુને રે વાત જણાવો, ને નિજ પ્રેમ ઘણાની.
નાના બાળકને જ્યમ લહેશો, સુલભ કરીને બોલો,
કાંકે હું છું નિર્બળ, થાક્યો, અનાથ, મેલો, ભોળો.
ધીરેથી તો વાર્તા કહેજો, કે મુજથી સમજાશે,
કે ક્યમ અચરત પાપનિવારણ ઈશ્વર રીતે થાશે.
ફરી ફરી તે વાર્તા કહેજો, ભૂલું છું બહુ વે'લો;
લોપ થયું બળ જુવાનીનું, વખત થયો છે છેલ્લો.
ધીમેથી તે વાર્તા કહેજો, સ્વર ગંભીર કરીને;
જેને તારવા ઈસુ આવ્યો તે હું છું જાણીને.
ફરી ફરી તે વાર્તા કહેજો જો તમ ઈચ્છા એવી,
કે દુ:ખ વેળા ને ગભરાટે મુજને ધીરજ દેવી.
તે ને તે જ પુરાતન વાર્તા દયા કરીને કહેજો;
જે જે વારે મુજ ગમ જોતાં તમને બીક થશે તો.
કે આ જગનો ઠાલો મહિમા મુજ પર જોર કરે છે,
તે આત્માની હાનિ કરતાં જૂઠે મોહી લે છે.
૧૦ હા, ને જ્યારે સ્વર્ગી મહિમા ઉદય થતો દેખાશે,
ત્યારે પૂરું હેત કરીને ઊભાં રહેતાં પાસે.
૧૧ તે ને તે જ પુરાતન વાર્તા મુજ કાને તો કહેજો,
કે "ઈસુથી શુદ્ધ થશે તું," એમ દિલાસો દેજો.