467: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૬૭ - સુવાર્તા સુણાવીએ == {| |+૪૬૭ - સુવાર્તા સુણાવીએ |- |ટેક: |બળ, પ્રભુજ...")
(No difference)

Revision as of 01:58, 6 August 2013

૪૬૭ - સુવાર્તા સુણાવીએ

૪૬૭ - સુવાર્તા સુણાવીએ
ટેક: બળ, પ્રભુજી, અમને આપો, જઈએ ઠામે ઠામે રે.
ચાલો, જઈએ સુવાર્તા કહીએ, શાને છાના રહીએ ?
સુવાર્તાનો શુભ સંદેશો, ઘર ઘર જઈને કહીએ રે . . બળ.
અંધારે બેઠેલા જગને, ખ્રિસ્ત-પ્રકાશરૂપ થઈએ,
તારણનો સંદેશો દેતાં, કષ્ટો હોંશે સહીએ રે . . બળ.
કંઈ બી પડશે પથ્થરોમાં કંઈ પડશે વાટની કોરે,
કંઈ જઈ પડશે કાંટાઓમાં, પણ ફળશે સારી ભોંયે રે . . બળ.
સુવાર્તા સુણાવવા કાજે, કંઈક મર્યાં નરનારી,
" અંત લગી છું સંગ તમારી", વચન પ્રભુ દે ભારી રે . . બળ.