458: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૫૮ - મંદિરની પ્રતિષ્ઠા == {| |+૪૫૮ - મંદિરની પ્રતિષ્ઠા |- | |સવૈયા એકત્ર...")
(No difference)

Revision as of 00:04, 6 August 2013

૪૫૮ - મંદિરની પ્રતિષ્ઠા

૪૫૮ - મંદિરની પ્રતિષ્ઠા
સવૈયા એકત્રીસા
( અંગ્રેજી ગીતને આધારે)
(મનની અંદર કરવા મંદર - એ રાગ)
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ
હે નિજ લોકોના શુભ પાળક, અર્જ અમારી સાંભળ, બાપ;
અમમાં તારી ખાસ સમક્ષતા આજ, પ્રભુ દેખાડી આપ. હે.
તુજ સેવાને અર્થે અમને આપ્યું આ સુંદર ઘર જેમ,
આપ, પ્રભુ, તું અમ સઘળાંને સેવા કરનારાં મન તેમ. હે.
આશ સફળ કરવાં તું દેજે આત્માનો અનહદ વરસાદ,
દઈએ સ્તુતિનાં શુભ અર્પણ, પામી સ્વર્ગી આશીર્વાસ. હે.
આ ઘર કેવળ શાંતિ, પ્રીતિ, એકપણાથી રે' ભરપૂર;
સાજાં થઈ હ્યાં પામે શાંતિ ગભરાયેલાં, ઘાયલ ઉર. હે.
કરીએ સત વિશ્વાસ થકી સહુ તુજ વચનોનો અંગીકાર,
નાખી તુક ખોળે, સહુ ચિંતા સ્મરીએ તુજને વારંવાર. હે.