210: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૧૦ - પવિત્રામાને આમંત્રણ== {| |+૨૧૦ - પવિત્રામાને આમંત્રણ |- |કર્તા: |એલ....")
(No difference)

Revision as of 01:22, 4 August 2013

૨૧૦ - પવિત્રામાને આમંત્રણ

૨૧૦ - પવિત્રામાને આમંત્રણ
કર્તા: એલ. જે. ફ્રાન્સિસ (સિયોની)
ટેક: આવો, અવિનાશી, આકાશી આત્મા,
મારી તૃપ્ત કરો ભાવના, પ્રેમભક્તિથી......રે.
ભરો અંતર સરોવર ઊછળતા,
કરો સાગર ઘુઘવતા, અજબ શક્તિથી......રે.
પથ્થર પર પાણી ! આખી જિંદગી ગઈ! (૨)
પાપવાસના રહી, મને શાંતિ ના થઈ
થયે ખ્રિસ્તીથી......રે
પચાસમાના નાથ ! ભરો ભક્તિના ભંડાર, (૨)
અમારા આખા ઘર સંસાર, જાએ જગિક આ જંજાળ
આત્મા વૃષ્ટિથી.....રે
સૂકાં આ હાડકાં ! કરે ખીણોમાં ખભળાટ, (૨)
લાગે અંતર ગભરાટ, સેના પામે સનસનાટ
અજબ શક્તિથી......રે