391: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૯૧ - ઈસુનું આમંત્રણ == {| |+૩૯૧ - ઈસુનું આમંત્રણ |- |૧ |ખ્રિસ્ત બોલાવે, આ...")
(No difference)

Revision as of 19:13, 3 August 2013

૩૯૧ - ઈસુનું આમંત્રણ

૩૯૧ - ઈસુનું આમંત્રણ
ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, ભવસાગરે હોય આંધી;
સાદ ઈસુનો પડે કાને, શિષ્યો, ચાલો પાછળ મારી.
ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, છોડો માયા સંસારી;
વ્યર્થ સૌ વાનાં, ભજો શાને ? ખ્રિસ્તને સ્તવો, નરનારી.
દુ:ખ ને સુખમાં, કામ, આરામમાં, બોલાવે તે સર્વદા;
પ્રિય અમને જે કંઈ સૌમાં, ચાહો મુજને હર હંમેશ.
ખ્રિસ્ત બોલાવે ! અજબ દયા ! ત્રાતા, માનીએ તુજ વાણી;
અર્પતાં અંતર, પ્રેમે આજે, કરીએ, કરીએ સેવા તુજ ન્યારી.