316: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૧૬ - ઈસુનું સ્મરણ == {| |+૩૧૬ - ઈસુનું સ્મરણ |- |૧ |ઈસુની નામને સ્મરું છુ...")
(No difference)

Revision as of 00:59, 3 August 2013

૩૧૬ - ઈસુનું સ્મરણ

૩૧૬ - ઈસુનું સ્મરણ
ઈસુની નામને સ્મરું છું, તે મનને લાગે મિષ્ટ;
જો જોઉં મુખ ને પાસે રહું તો લાગે બહુ સ્વાદિષ્ટ.
માણસના વિચાર, શક્તિ જે ને મધુર સૂરનાં ગાન,
હે ત્રાતા, મારી દષ્ટિએ ન મિષ્ટ તું સમાન.
લીનોનો આનંદ તથા આશ; ને પતિત પર દયાળ,
શોધકને ન કાઢે નિરાશ, એવો તું છે સૌ કાળ.
જે તને પામે તેનું સુખ અવાચ ને ના લખાય;
ઈસુની પ્રેમનું પૂરું રૂપ અનુભવે જોવાય.
ઈસુ, તું થઈશ મારું ઈનામ, તેમ આનંદ પણ થા હાલ;
થા આજે તું ગૌરવ આ ઠામ, ને એમ જ રહે સૌ કાળ.