89: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૮૯ - ઈસુ રાજાની સવારી== {| |+૮૯ - ઈસુ રાજાની સવારી |- |૧ |સિયોનની ઓ સુંદરી ...")
(No difference)

Revision as of 19:06, 28 July 2013

૮૯ - ઈસુ રાજાની સવારી

૮૯ - ઈસુ રાજાની સવારી
સિયોનની ઓ સુંદરી જોને,
આંગણે તારો રાજા આવે;
સ્વાગતની તું કર તૈયારી,
આંગણે તારો રાજા આવે.
જગનાં બંધન તુજને સતાવે,
જગનાં બંધન તુજને હરાવે;
એ બંધનને છેદવા સારુ,
આંગણે તારો રાજા આવે.
જુગ જુગ ચમકો કીર્તિ તમારી,
જુગ જુગ ફરકો ધ્વજા તમારી;
ધન્ય મસીહા, ધન્ય ઓ સ્વામી,
ધન્ય કરી આ જિંદગી મારી.