SA3: Difference between revisions
Jump to navigation
Jump to search
SA3 |
(No difference)
|
Latest revision as of 22:12, 10 May 2024
| ૧ | મનનું બદલાણ જેમને મળ્યું છે, તેઓ સિપાઇઓમાં દાખલ કરાશે. |
| ૨ | સાફ મન પામીને તેઓ અર્પણ થઇ, સગાં વહાલાંને ખ્રિસ્તની ગમ લાવશે. |
| ૩ | તેઓ પાપીના સંગથી જુદા રહી, કેફી વસ્તુઓથી વેગળા નાસશે. |
| ૪ | તેઓ સંસારી ભપકાથી કંટાળશે, સમજી સૈન્યવેશ પહેરવો માન છે. |
| ૫ | કરકસર કરીને ફોજને સહાય કરશે, તેથી ઇસુનું રાજ્ય ફેલાશે. |
| ૬ | તેઓ નિત્ય પોતાનો નકાર કરશે, અને બીજાનો બોજ માથે રાખશે. |
| ૭ | તેઓ સાચા તથા ન્યાયી થઇ રહેશે, ભલું કરવામાં બહું હરખાશે. |
| ૮ | થઇ પ઼ેમી શાંત અને ધીરજવાન, તેઓ નમ઼ને દાતાર જણાશે. |
| ૯ | તેઓ લાંચને કોઇ દિન લેશે નહિ, કદી પાપની કમાઇ નહિ ખાશે. |
| ૧૦ | તેઓ દરરોજ દેવની વાત વાંચશે, ખરી પ્રાર્થના કરી વિશ્વાસે. |