ટેક - “દુર્ગ રાખો હું આવું છું, ખ્રિસ્ત ભાખે આ,

ઉત્તર આપતાં એવું બોલો, તુજ દયાએ હા”.

જો સહયોદ્ધા ધ્વજ જો રે, ઊંચ દીસે એ;

સા’યકારી પહોંચશે તો, જીત હા થશે.

જો, બળવાનો ધસી આવે, શેતાન દોરે જ્યાં,

જો, પડે રે વીર મોટા, હામ મૂકી ત્યાં.

જો ધજા ઊડતી જણાએ, શિંગ વાગે બહુ.

ઇસુ નામે જીત થાએ, શત્રુ હારશે સહુ.

ઉગ્ર લાંબુ યુદ્ધ ચાલે, સહાય પાસે છે,

જો સેના નાયક આવે છે, “જય” બોલો રે. “જય”