ટેક - સર્વશકિતમાન ઇસુ દે છે પવિત્રાઇ.
દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે,

ખાત્રી છે કે તારાથી થાય.

સંદેહ ને બીક તારા વાસામાં રહે નહિ,

વૈરભાવ ક્રોધ બધાં પ્રીતથી ખસેડાય.

પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે,

કરજે રાજ પ્રભુ અંતરની માંહે.

જગનું માન છે છાયાની માફક,

જગનું ધન બધું ધૂળ જેવું થઇ જાય.

મનમાં શુદ્ધ જે દેવને જોનારા,

તેમને ધન રે કેમ ના કહેવાયં ?

કહ્યું ઇસુએ માગોને મળશે,

માગી મેં ને મળી પવિત્રાઇ.